સાદિક ખાન ‘નાઈટહૂડ’ માટે તૈયાર

સાદિક ખાન ‘નાઈટહૂડ’ માટે તૈયાર

સાદિક ખાન ‘નાઈટહૂડ’ માટે તૈયાર

Blog Article

ફાયનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ મુજબ રાજધાની લંડનના પ્રથમ મુસ્લિમ મેયર અને આ વર્ષે સતત ત્રીજી મુદત માટે ચૂંટાયેલા લંડનના મેયર સાદિક ખાનને ન્યૂ યર ઓનર્સમાં ‘નાઈટહૂડ’ ખીતાબ આપવામાં આવે તેવી શક્યતા છે.

ભૂતપૂર્વ શેડો ફોરેન સેક્રેટરી એમિલી થોર્નબેરીને ડેમહૂડ મળે તેમ છે. શ્રીમતી થોર્નબેરી હાલમાં કોમન્સ ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ છે. તો ટોની બ્લેર શાસનમાં હેલ્થ સેક્રેટરી તરીકે સેવા પનાર પેટ્રિશિયા હેવિટ પણ ડેમ બનવાની તૈયારીમાં છે. જ્યારે વેસ્ટ મિડલેન્ડ્સના ભૂતપૂર્વ ટોરી મેયર એન્ડી સ્ટ્રીટને નાઈટહૂડ મળવાના અહેવાલ છે.

નાઈટહુડ મેળવનાર સંભવીત લોકોમાં ટોરીના ભૂતપૂર્વ સ્કૂલ મિનિસ્ટર નિક ગિબ, ભૂતપૂર્વ હાઉસિંગ મિનિસ્ટર માર્કસ જોન્સ અને લિઝ ટ્રસના એન્વાયર્નમેન્ટ સેક્રેટરી રાનિલ જયવર્દનાનો સમાવેશ થાય છે.

Report this page